Posts

ઇકબાલ સંધવાણી ની મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના મંત્રી તરીકે નીમણુંક

Image
હર્ષની લાગણી સાથે તમામ શુભેચ્છકોને જણાવવા માંગુ છું કે આજ રોજ મારી નીમણુંક મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના મંત્રી તરીકે થઈ છે. રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે મારી ઉંમર ફક્ત 19 વર્ષ હતી. આજે બે વર્ષ ના ટુંકા સમયમાં અને 21 વર્ષની ઉંમરે જીલ્લા કક્ષાએ પદ મેળવવું મારા માટે મારા પરીવાર માટે અને મારા સમાજ માટે ખુબ ગૌરવની વાત છે. નાની વયે મોટું પદ માત્ર કોંગ્રેસ આપી શકે છે. મારા પર જે અતૂટ વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષે મને જે મહત્વની જવાબદારી સોંપી છે તે બદલ પક્ષનો આભાર માનું છું ખાસ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયંતિભાઇ પટેલ ગુજરાત પ્રદેશ NSUIના મંત્રી કુલદીપસિંહ જાડેજા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા વિધાનસભા ઉપ પ્રમુખ ચિંતનભાઈ રાજ્યગુરુ અને મોરબી કોંગ્રેસ પરીવારનો ખુબ ખુબ આભાર માનું છું અને વિશ્વાસ આપું છું કે મારી ફરજ નિષ્ઠા પૂર્વક અને ઇમાનદારી થી નિભાવીસ કોંગ્રેસ વધુમાં વધુ મજબૂત બને તે જ મારો હેતું હશે.

માળીયા મીયાણા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

Image
માળીયા મિયાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઈકબાલભાઈ ઉમરભાઈ‌ જેડા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે માળીયા મીયાણા તાલુકામાં અવિરત વરસાદ પડવાથી સંપૂર્ણપાક નિષ્ફળ ગયું છે તાત્કાલિક સર્વે કરી માળિયા મિયાણા તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી તાત્કાલિક સહાય કરવામાં આવે સરેરાશ 125% થી વધારે વરસાદ પડવાથી ખેતરોમાં બે બે ફૂટ પાણી ભરાઈ ગયા છે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. તાત્કાલિક સહાય જાહેર કરવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈકબાલભાઈ જેડા તથા ઈકબાલભાઈ સંધવાણી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

માળીયા મિંયાણા રેલવે સ્ટેશન ખાતે શહેરના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન પર વિવિધ ટ્રેનોના સ્ટોપ માટે ડી.આર.એમ. ને રજુઆત

Image
માળીયા મિંયાણા રેલવે સ્ટેશન પર ડી.આર.એમ વિવિધ કામોની સમીક્ષા પહોંચ્યા હતા ત્યારે માળીયા મિંયાણા શહેર ના આગેવાનો દ્વારા રેલવે સ્ટેશન પર કોરોના કાળ પહેલાં જે પેશેન્જર ટ્રેનો નો સ્ટોપ હતો તે પાછો આપવા લેખીત રજુઆત કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ હારૂન સંધવાણી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈકબાલભાઈ જેડા, ઝુલ્ફીકાર સંધવાણી, આમીન ભટ્ટી, જીવાભાઈ જામ, નાશીર જેડા, અબ્બાસ જામ, ઈકબાલભાઈ જામ અને મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયાના કો ઓર્ડીનેટર ઈકબાલભાઈ સુભાનભાઈ સંધવાણી હાજર રહ્યા હતા.

મોરબી જીલ્લા યુવા કોંગ્રેસની "યુથ જોડો બુથ જોડો" અભિયાન અંગે મીટીંગ મળી

Image
 પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ડૉ ઉપેન્દ્રસિંહ જાડેજા, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી વિધાનસભા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ચિંતન રાજ્યગુરુ, મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ જાડેજાના આયોજન હેઠળ મીટીંગ મળી હતી. જેમાં "યુથ જોડો બુથ જોડો" કેમ્પેન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. ડૉ ઉપેન્દ્રસિંહે "યુથ જોડો બુથ જોડો" કેમ્પેન અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા યુવા કોંગ્રેસના કાર્યકરો એસ.સી. માયનોરીટી ડીપાર્ટમેન્ટ ના ચેરમેન અલગ અલગ ડીપાર્ટમેન્ટ ના હોદેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માળીયા મિંયાણા ખાતે ભાજપના નેતા નુપુર શર્માના વિરોધ માં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું

Image
માળીયા મિંયાણા ખાતે ભાજપના નેતા નુપુર શર્માના વિરોધ માં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિશે વિવાદીત ટીપ્પણી કરવામાં આવી હતી જેથી ઈસ્લામ ધર્મના લોકો માં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. તેનો દેશના તમામ શહેરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે માળીયા મિંયાણા ખાતે પીર સૈયદ અલાઉદ્દીન બાપુ ડેલીવાળાની આગેવાની મૌન રેલીનું આયોજન કરાયું હતું અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આ તકે માળીયા મિંયાણા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો,  રાજકીય આગેવાનો, વેપારી સંગઠન સામાન્ય નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઇકબાલ સંધવાણી ની મોરબી માળીયા મિંયાણા વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ ના કો - ઓર્ડીનેટર તરીકે નીમણુંક

માળીયા મિંયાણા શહેર કોંગ્રેસના આગેવાન અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસના એકટીવ કાર્યકર એવા ઇકબાલભાઈ સુભાનભાઈ સંધવાણી ની મોરબી માળીયા મિંયાણા વિધાનસભા યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ ના કો ઓર્ડીનેટર તરીકે નીમણુંક થઇ છે. ત્યારે ઈકબાલભાઈ સુભાનભાઈ સંધવાણી એ નેશનલ કો ઓર્ડીનેટર કે કે શાસ્ત્રી જી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા જી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ ના ચેરમેન શ્રી રાજ મંડપવાલા જી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ના સૌરાષ્ટ્ર ના પ્રભારી જી તમામ આગેવાનો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ને પંજાબની ચૂંટણીમાં ઓબ્ઝરવર તરીકે નિમણુંક

Image
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષનેતા શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ને પંજાબની ચૂંટણીમાં ઓબ્ઝરવર તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભીનંદન.....